ફોસ્ફરસ મૂળના મજબૂત વિકાસને પ્રોત્સાહન આપે છે અને મૂળગંડિકા (નોડ્યુલેશન) ના નિર્માણમાં વધારો કરે છે, જે મગફળીમાં કુદરતી નાઇટ્રોજન સ્થાપન (ફિક્સેશન) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉર્જા ટ્રાન્સફર અને શરૂઆતી વૃદ્ધિ
તે એટીપી (ATP) ના નિર્માણ માટે આવશ્યક છે, જે પાકની શરૂઆતી મજબૂતાઈ, છોડના સારા વિકાસ અને ફૂલ આવવાની પ્રક્રિયામાં મદદ કરે છે.
સૂયડા બેસવા, દોડવાનો વિકાસ અને ઉત્પાદન
પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ મળવાથી સૂયડા (પેગ) વધુ બેસે છે, કાતરી/દોડવાનો (પોડ) વિકાસ સારો થાય છે અને અંતે ઉત્પાદન તેમજ તેલના ટકા (ઉતારા) માં વધારો થાય છે.