મગફળી

મગફળી ભારતનો સૌથી મહત્વપૂર્ણ તેલીબિયાં પાકોમાંનો એક અને ખાદ્ય તેલનો મોટો સ્ત્રોત છે.
તે એક મૂલ્યવાન ખાદ્ય અને રોકડીયો પાક પણ છે જે ખેડૂતોની આવક અને ગ્રામીણ આજીવિકાને ટેકો આપે છે.
કઠોળ વર્ગનો (શિમ્બી કુળનો) પાક હોવાને કારણે, તે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરે છે અને પાકની ફેરબદલી માટે એકદમ અનુકૂળ છે.

તમારા મગફળીના પાકને ફોસ્ફરસની જરૂર શા માટે છે?

મૂળનો વિકાસ અને
મૂળગંડિકાનું નિર્માણ

ફોસ્ફરસ મૂળના મજબૂત વિકાસને પ્રોત્સાહન આપે છે અને મૂળગંડિકા (નોડ્યુલેશન) ના નિર્માણમાં વધારો કરે છે, જે મગફળીમાં કુદરતી નાઇટ્રોજન સ્થાપન (ફિક્સેશન) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઉર્જા ટ્રાન્સફર અને
શરૂઆતી વૃદ્ધિ

તે એટીપી (ATP) ના નિર્માણ માટે આવશ્યક છે, જે પાકની શરૂઆતી મજબૂતાઈ, છોડના સારા વિકાસ અને ફૂલ આવવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

સૂયડા બેસવા, દોડવાનો
વિકાસ અને ઉત્પાદન

પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ મળવાથી સૂયડા (પેગ) વધુ બેસે છે, કાતરી/દોડવાનો (પોડ) વિકાસ સારો થાય છે અને અંતે ઉત્પાદન તેમજ તેલના ટકા (ઉતારા) માં વધારો થાય છે.
તેલંગાણા આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ

મગફળી

ખાતરની યોગ્ય માત્રા (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)

N

30

P

20

K

20

સૂક્ષ્મ પોષક તત્ત્વો

બોરોન

4

કિલોગ્રામ પ્રતિ હેક્ટર

TSP ની માત્રા: P ની જરૂરિયાત માટે (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)

માત્રા

43

ખાતર આપવાની ઉત્તમ પદ્ધતિ

વાવણી વખતે, જમીનમાં હરોળમાં (ચાસમાં) અથવા 'સીડ-કમ-ફર્ટિલાઈઝર ડ્રિલ' દ્વારા આપો.

પસંદ કરેલા રાજ્ય: તેલંગાણા

મુખ્ય ઉત્પાદક રાજ્ય: આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા

સ્ત્રોત: પાકની માહિતી

સ્ત્રોત: રાજ્યવાર માહિતી